ટ્રમ્પે ઇરાન યુદ્ધ પૂરુ કરવા અમેરિકન જનતા પાસે વધુ સમય માંગ્યો

ઇરાન સામે યુદ્ધ ચાલુ કર્યા પછી 2 એપ્રિલના રોજ પોતાના પ્રથમ રાષ્ટ્રવ્યાપી ભાષણમાં અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની જનતાને આશ્વાસન આપ્યું હતું કે તમામ મિલિટરી હેતુઓ ટૂંકસમયમાં પૂરા થઈ જશે અને જનતાએ તેમને થોડો વધુ સમય આપવો જોઇએ. મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પૂર્ણ થવાની નજીક છે અને ઈરાન હવે મૂળભૂત રીતે ખતરો રહ્યો નથી. જોકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહ સુધી ઇરાન પર ભીષણ હુમલા ચાલુ રાખશે. આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તેની તેમણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *